About Us

શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ કુમાર છાત્રાલય

ઈ.સ ૧૯૯૯ માં આપણા વિસ્તારના સુઝબુઝ ધરાવતા કેટલાક સમાજ સેવકો શ્રી મનુભાઈ વશરામભાઈ વરીયા ની આગેવાની હેઠળ એકઠા થયા અને શિક્ષણ ની દિશા માં કઈક નક્કર કામ કરવાનું સ્વપ્ન સેવ્યું, જેના પરિણામ રૂપ અલગ અલગ વિસ્તારના ૧૧ સમાજ સેવકો ની ટીમ તેયાર થઇ અને દરેક સભ્ય એ રુ. ૧૦૦૦૦ નું દાન આપવાનું નક્કી કર્યું, ટીમ ના દરેક સભ્ય બીજા દસ સભ્યો ને આ મિશનમાં જોડ્યા જે આધાર સ્તમ્ભ બન્યા. અને છાત્રાલય ની જમીન ની ખરીદી થઇ. સમાજે પણ ઉદાર હાથે દાન આપ્યું જે ના ભાગ રૂપે એક બિલ્ડિંગ નું નિર્માણ થયું જેમાં આજ સુધીમાં અનેક વિદ્યાર્થીઓ એ પોતાના શિક્ષણના સ્વપ્ન પૂર્ણ કર્યા છે. અનેક વિદ્યાર્થીઓ એ અહીંથી પોતાનું જીવન ઘડતર ઘડવાના પાઠ શીખ્યા છે અને ડીગ્રી મેળવી વર્તમાન સમયમાં જુદા જુદા સ્થળો ને પોતાના કર્યો થી વધુ ગોરવવંતુ બનાવી રહ્યા છે. એમના જીવન ને કંડારવામાં અનેક નામી અનામી દાતાઓ, ટ્રસ્ટીઓ, સમિતિ સભ્યો, સમાજ સેવકો ના પુરુષાર્થ ની ભૂમિકા મહત્વ ની છે તે સૌને હ્રદય થી નમન કરીએ છીએ.

ઈ.સ. ૨૦૧૦ માં “શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ નવ નિર્માણ” ના શીર્ષક નીચે શ્રી પ્રવીણભાઈ સરવૈયા ના નેતૃત્વ માં ટ્રસ્ટ ની રચના થઈ અને ઉતરોતર છાત્રાલય સુવિધા માં વધારા થતા ગયા. તા ૧-૧૨-૨૦૧૫ ના રોજ સુરત મહુવા મુકામે બાપા સીતારામની મઢી પર છાત્રાલયનું સુકાન ઔપચારિક ધોરણે આ નવી યુવા ટીમને સોપવામાં આવ્યું. એ પ્રથમ દિવસથી સમાજે અમને આર્થીક યોગદાન માં મંદી હોવા છતા પણ પીછેહઠ કરી નથી. અને એક બુલંદ વિશ્વાસ સાથે એ પ્રથમ મિટિંગમાં જ ઉત્સાહ જનક ભંડોળ ભેગું થયું. એજ અઠવાડિયે એ યુવા ટીમ છાત્રાલય પર આવી એક વ્રુક્ષના છાંયડામાં ખુલ્લા મેદાનમાં તૂટેલા કંતાન પર બેસી “કર્મ એજ ધર્મ” એમ સમજી સૌ પોતપોતાનો રોલ ભજવવા લાગી ગયા, અથાગ પ્રયત્ન કરી સમાજ ની ઘણી બધી અપેક્ષઓ પુરી કરવાના દિલ થી પ્રયત્ન કર્યા છે ઈશ્વર નો આભાર કે એમને છાત્રાલય નું મહાન કાર્ય કરવા માટે તક પૂરી પાડી અને નિમિત બનાવ્યા.  ટીમે એક અદ્યતન બિલ્ડિંગ બનાવાનો સંકલ્પ કર્યો કે જેથી એડમીશન વિહોણા બાળકોને એડમીશન આપી શકાય.

બિલ્ડીંગ બનવું એ પણ એક કાર્ય કરતા મિશન હતું, એક અભિયાન હતુ, જેમાં સમાજ ની તમામ કડીઓને જોડી મજબૂતાઈ ની સાંકળ બનાવાનો એક નિર્દોષ પ્રયત્ન હતો જેના ભાગરૂપ સામાન્ય વર્ગ ને જોડવા ભોજન સમૃદ્ધિ યોજના, મધ્ય વર્ગ ને જોડવા આધાર સ્તંભ દાતાઓ અને આર્થીક સમ્પન વર્ગ ને જોડવા સમાજ રત્નો ને સાથ લય આ એક મિશન પુર્ણતાની દિશા તરફ આગળ વધ્યું છે જે ના ભાગ રૂપે છાત્રાલય ના લોકાર્પણ ના મંગલ દિવસ નું સર્જન થયું છે.  મિશન ની પુરેપુરી મજબૂતાઈ ત્યારે મળે છે જયારે સંતો પણ આશીર્વાદ આપતા હોય છે, શ્રી સતાધાર ધામ માં થી મહંત શ્રી વિજય બાપુ  પહેલી મુલાકાતમાં જાણે એક નવી સ્ફૂર્તિ આપી હોઈ તેમ જેવી અમે તેમને છાત્રાલય  બનાવની વાત કરી ક તરત જ અમારી સામે જોઈ તેણે કહ્યું કે “ બે રુમ ની શરૂઆત શ્રી આપા ગીગા ની જગ્યા સતાધાર ધામ થી કરો અને દાતાઓને મોખરે રાખી મિશન પૂર્ણ કરજો”.

મુખ્ય દાતાશ્રીઓ

મુખ્ય ટ્રસ્ટીઓ